મોરબીઃ મોરબી જિલ્લા યુવા ભાજપ મોરચા મંડળના પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જિલ્લા ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ અને પરામર્શ કરી યુવા મોરચા મંડળના પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મોરબી શહેરના પ્રભારી તરીકે ધ્રુવકુમારસિંહ દિગ્વિજયસિંહ જાડેજા અને સહપ્રભારી તરીકે તરુણ કેશવજીભાઈ અઘારા, મોરબી તાલુકાના પ્રભારી તરીકે જયદિપ બાલુભાઈ સંઘાણી, સહપ્રભારી તરીકે વિશાલ ઈશ્વરલાલ દલસાણિયા, વાંકાનેર શહેરના પ્રભારી તરીકે ભગીરથસિંહ રણજિતસિંહ ઝાલા, સહપ્રભારી તરીકે કૌશિક મનસુખભાઈ મારવાણિયા, વાંકાનેર તાલુકાના પ્રભારી તરીકે બેચર મગનભાઈ ઘોડાસરા અને સહપ્રભારી તરીકે આકાશ રમેશભાઈ વણોલ, હળવદ શહેરના પ્રભારી તરીકે લાલજી ચનાભાઈ રાઠોડ અને સહપ્રભારી તરીકે હિરેન પંડ્યા, હળવદ તાલુકાના પ્રભારી તરીકે રવિ સતિષકુમાર પટેલ અને સહપ્રભારી તરીકે અનિલ પ્રવિણભાઈ કંઝારીયા, માળીયા તાલુકાના પ્રભારી તરીકે પરિમલ મહેન્દ્રભાઈ ઠક્કર અને સહપ્રભારી તરીકે રામ નારણભાઈ ઝીલરીયા તેમજ ટંકારા તાલુકાના પ્રભારી તરીકે શિવમ દુર્લભજીભાઈ વિરમગામા અને સહપ્રભારી તરીકે પિયુષ મનસુખભાઈ સાણજાની વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોને જિલ્લા ભાજપ શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે.