મોરબી : માનવ અધિકાર અને સામાજિક ન્યાય આયોગ (દિલ્હી)ની ટીમ તરફથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ભડોરિયા તથા તેમની ટીમ મોરબીની મુલાકાતે આવેલ હતા અને મોરબી ખાતે નવી ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે રાજેશભાઈ વિડજા, ઉપાધ્યક્ષ તરીકે કાલરીયા કાર્તિકભાઈ, સંયુક્ત મંત્રી (ગુજરાત) તરીકે નરેન્દ્રભાઇ જોષી (નરૂ મામા) અને ગીરીશભાઈ ગડારા, સચિવ તરીકે કેયુરભાઈ પંડ્યા તથા અમિતભાઈ થોરિયા, સંગઠન મંત્રી તરીકે ધર્મેન્દ્રભાઈ ભટાસનાને નિયુક્ત કરવામાં આવેલ હતા. તેમજ દરેકને ખૂબ-ખૂબ અભિનંદન આપેલ હતા. તેમજ મોરબી જિલ્લામાં થતાં માનવ અત્યાચારો તથા માનવ અધિકારોનું હનન થતું અટકાવવા માટે આહ્વાન કરવામાં આવેલ તથા સમગ્ર ટીમને સતત કાર્યશીલ રહેવા માટે અપીલ કરવામાં આવેલ હતી.