મોરબી : મોરબીની સિવીલ હોસ્પિટલમાં ગાયનેક અને હાડકાના ડોકટર જનરલ સર્જનની નિમણુંક થતા તેમજ સુવિધામાં વધારો થતા દર્દીઓએ હાશકારો અનુભવ્યો છે. મોરબી સીવીલ હોસ્પીટલમાં હાલ ડો. મીહીર એન. હોથીની નિમણુંક થતા તેઓ દુરબીનથી આધુનીક ઓપરેશન કરશે. જે પ્રથમ વખત મોરબીમાં શકય બનેલ છે. તેમની નિમણુંક હાલ અગીયાર મહિનાના કોન્ટ્રાકટ પર થયેલ છે. જે કોથળીના અંડાશય, કોથળીના મોઢાની ગાંઠના, કોથળી મોટી થઇ હોય તો તેનું અને બાળકો ન થતા હોય તેનું ઓપરેશન કરશે. વધુમાં, કોથળીના મોઢાના સોજાના ડાયાગ્નોસ્ટીક સર્જરી જેવી સારવાર ફ્રીમાં સારવાર મોરબી સીવીલ હોસ્પીટલમાં થવાની શરૂ થઇ ગયેલ છે. ઉપરાંત, મોરબીમાં અતિ આધુનિક દુરબીન સીસ્ટમથી પ્રથમ વખત સિવીલ હોસ્પીટલમાં ઓપરેશનનો લાભ મળશે. ગાયનેક વિભાગમાં પણ આ ડોકટર રાત્રીના સમયે ફરજ બજાવશે. ઇમરજન્સી વિભાગમાં પણ ફરજ બજાવશે. આ સાથે વિમલભાઇ દેત્રોજા પણ જનરલ સર્જન તરીકે ફરજ બજાવવા સિવીલ હોસ્પીટલમાં આવેલ છે. જે પણ બાહોશ અને યુવાન ડોકટર હોય, અનેક લોકોના ઓપરેશન કરેલ છે. તેમજ એપેન્ડીકસ, હરશ, પથરી, ભગંદર જેવા રોગોનું નિદાન કરી આપશે. તેમ મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે તથા જીગ્નેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, જનક રાજા, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..