ભરવાડ સમાજના યુવા અગ્રણી વિનોદભાઈ ડાભીને કોંગ્રેસમાં મહત્વનું સ્થાન અપાયું તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ પદે રાજપરના જીજ્ઞેશ વરસડા મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે મોરબી જિલ્લા ભરવાડ સમાજના યુવા અગ્રણી વિનોદભાઈ નાથાભાઈ ડાભીની નિમણૂક કરવામાં આવી છે.સાથો - સાથ મોરબી તાલુકા કોંગ્રેસ ઉપ પ્રમુખ તરીકે રાજપર ગામના જીજ્ઞેશ વરસડાની નિમણૂક કરવામાં આવી છે. આગામી વર્ષે આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ દરેક રાજકીય પક્ષો અત્યારથી જ સંગઠનને વધુ મજબૂત બનાવવાની કવાયત હાથ ધરી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બને તેવા હેતુ સાથે વિવિધ હોદ્દેદારોની નિમણુંકો કરવામાં આવી રહી છે. જેમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા ભરવાડ સમાજના યુવા અગ્રણી વિનોદભાઈ નાથાભાઈ ડાભીની મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વિનોદ ભાઈ ડાભી અને તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો રહ્યો છે મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને માલધારી સમાજના અગ્રણી સ્વ.નાથા ભાઈ ડાભીના દિકરા વિનોદભાઈ ડાભીને જિલ્લા કોંગ્રેસ દ્વારા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. એ જ રીતે મોરબી તાલુકા કૉંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ તરીકે રાજપર ગામના જીજ્ઞેશભાઈ વરસડાની નિમણૂક આપવામાં આવતા બન્ને આગેવાનોને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..