હળવદના રાજુભાઇ તખુભાઈ રાજપૂતની આમંત્રિત સભ્ય તરીકે અને ઘનશ્યામભાઈ ગોહિલની કારોબારી સભ્ય તરીકે નિમણૂક મોરબી : ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર પાટીલના માર્ગદર્શન હેઠળ પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદયભાઇ કાનગડ દ્વારા પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રદેશ કારોબારી સભ્યઓ,આમંત્રિત સભ્યઓ,વિશેષ આમંત્રિત સભ્યો, પ્રભારીઓ,પ્રદેશ સેલના સંયોજકો ઉપરાંત જિલ્લામાં,મહાનગરના પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરાયેલા બક્ષીપંચ મોરચામાં મોરબીના જેઠાભાઇ મિયાત્રાને કચ્છ જિલ્લાના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત હળવદ તાલુકાના માથક ગામના રાજુભાઇ તખુભાઈ રાજપૂતની પ્રદેશ બક્ષીપંચ મોરચાના કારોબારી આમંત્રિત સભ્ય તરીકે જ્યારે ઘનશ્યામભાઈ ગોહિલની કારોબારી સભ્ય તરીકે અને સુખદેવભાઈ ડાભીની પ્રદેશ સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી છે. વધુમાં મોરબી જિલ્લાના પ્રભારી તરીકે અજયભાઈ પરમાર ( રાજકોટ )ની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી આમંત્રિત સભ્યમાં માથક ગામના રાજુભાઇ તખુભા ટાંક(રાજપુત)ની નિમણૂંક થતાં હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા,તાલુકા પંચાયતના પ્રમુખ બકુબેન નાનુભાઈ પઢીયાર,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા,માથક જિલ્લા પંચાયતના સદસ્ય મેરાભાઇ વિઠ્ઠલાપરા સહિતના ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા છે.