મોરબી : મોરબી જિલ્લા માઇનોરીટી ડિપાર્ટમેન્ટમાં મોરબી લઘુમતી સમાજના મહિલા કાર્યકર અને કોંગ્રેસના આગેવાન મેમુનાબહેન યુનુસભાઈ બ્લોચની મોરબી શહેર માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મોરબી જિલ્લા માઇનોરીટી ડિપાર્ટમેન્ટ ચેરમેન મહમદ અમી કડિવાર દ્વારા મોરબી લઘુમતી સમાજના મહિલા કાર્યકર અને કોંગ્રેસના આગેવાન મેમુનાબહેન યુનુસભાઈ બ્લોચની મોરબી શહેર માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી.મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલ,શેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ કાવર,યુસુફભાઈ શેખ,તેમજ રમેશભાઈ રબારી,મહેશ રાજ્યગુરૂ,કે.ડી.પડસિંબિયા,મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રીટાબેન ભાલોડીયા,શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ પુષ્પાબેન ભટ્ટ,મોરબી તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ નીઘીબહેન લાડોલ વગેરે આગેવાનોએ આ નિમણૂકને આવકાર સાથે અભિનંદન પાઠવેલા હતા.તેમ કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવાયું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..