પુર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયાની અધ્યક્ષતામાં સાત સભ્યોની નિયુક્તિ કરવામાં આવી : વિધાનસભાની ચૂંટણી દરમિયાન આવેલ ફરિયાદોની કરાશે તપાસ હળવદ : પ્રદેશ ભાજપ દ્વારા આજે શિસ્ત સમિતિમાં સાત સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે જેમાં ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દ્રષ્ટિએ તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક એવાં હળવદના બીપીનભાઈ દવેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા શિસ્ત સમિતિમાં બીપીનભાઈ દવે,રામસિંહ રાઠવા, જયશ્રીબેન પટેલ,મણીલાલ પરમાર, અજયભાઈ ચોકસી અને તખતસિંહ સહિત સાત સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. જેઓએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે તે વિધાનસભાના ઉમેદવારે કરેલ ફરિયાદ ની તપાસ કરવાની રહેશે સાથે જ પક્ષમાં આવતી જે કાંઈ ફરિયાદ હોય કે પછી પક્ષ વિરોધી કામ કરનાર સામે તપાસ કરી યોગ્ય પગલાં ભરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીયછે કે બીપીનભાઈ દવે અગાઉ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી તરીકેની જવાબદારી સુપેરે સંભાળી ચૂક્યા છે સાથે સાથે ગુજરાત એસટી બોર્ડ શહીત વિવિધ જવાબદારી નિષ્ઠા અને પ્રમાણિકતા પૂર્વક વહન કરી ચૂક્યા છે નાનપણથી જ વિવિધ સમાજ સેવાના કાર્યોમાં નિમિત બનતા આવ્યા છે સાથે જ બોહરા પ્રમાણમાં મિત્ર વળતુંર ધરાવતા બીપીનભાઈ દવેને પ્રદેશ ભાજપ દ્વારા મહત્વની જવાબદારી સોંપવા બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.