મોરબી: મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીમાં મદદનીશ પર્યાવરણ ઇજનેરની જગ્યા ઉપર ગાંધીનગરથી નિયુક્તિ કરવામાં આવી છે. ગાંધીનગર પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી દ્વારા ગઈકાલે મદદનીશ પર્યાવરણ ઇજનેરની બદલીનો આદેશ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત અગાઉ ગાંધીનગર વડી કચેરી ખાતે ફરજ બજાવતા 32 કર્મચારીઓના બદલી હુકમ કરાયા છે જે અંતર્ગત મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરી ખાતે મદદનીશ પર્યાવરણ ઈજનેર તરીકે ધવલકુમાર કે.પટેલની નિયુક્તિ થઇ છે.