મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ 9 જુલાઇ 1949થી લઇ વિધાર્થીના હક માટે રચનાત્મક તેમજ આંદોલનાત્મક કાર્ય કરતુ સમગ્ર વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. આજ રીતે 8 આેકટોમ્બરના રોજ વડોદરા ખાતે પ્રદેશ કાર્ય સમિતિની બેઠક યોજાય હતી જેમાં ABVP મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે સંજયભાઈ વિરડિયા અને મોરબી જિલ્લા સંયોજક તરીકે મોરબી શાખાના પૂર્વ નગર મંત્રી સંદીપસિંહ જાડેજાની નિમણુંક કરવામા આવી હતી. સંજયભાઈ વીરડીયા (મોરબી જિલ્લા પ્રમુખ) કે જેઓ હાલ મોરબી શહેરની ઓમ શાંતિ વિદ્યાલય ખાતે પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવી રહ્યા છે તેમજ પૂર્વમાં જેઓએ ABVPમાં નગર અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે.તેઓ 2016થી વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં છે. સંદિપસિંહ જાડેજા(મોરબી જિલ્લા સંયોજક) કે જેઓ હાલ મોરબીની OMVVIM કોલેજ ખાતે BBAમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમજ પૂર્વમાં તેમને કોલેજ કેમ્પસ પ્રમુખ, મોરબી નગર સહ મંત્રી, પ્રદેશ કારોબારી સદસ્ય, મોરબી નગર મંત્રી જેવી વિવિધ જવાબદારીઓ વહન કરેલ છે .એઓ 2018થી વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં છે . મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડિયા અને સંદીપસિંહ જાડેજાને સંયોજક થવા બદલ હાલ ABVP મોરબી હાલની નવ નિયુક્ત ટીમ તેમજ પૂર્વ અને સ્થાયી કાર્યકર્તાઓ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..