રાજ્યમંત્રીના સઘન પ્રયાસોથી મોરબીમાં બહુ જ ટૂંકાગાળામાં ગિબ્સન મિડલ સ્કૂલમાં મેડિકલ કોલેજ શરૂ થાય તેવા ઉજળા સંજોગો મોરબી : મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ ચાલુ થાય તે માટે રાજ્ય મંત્રી મેરજા સતત સરકાર અને રાજ્યના આરોગ્ય વિભાગ સાથે મોનીટરિંગ કરી રહ્યા છે. તેમના સતત પ્રયાસોથી મોરબીની મેડિકલ કોલેજમાં ડિન અને પાંચ તબીબી પ્રોફેસરની નિમણુક કરવામાં આવી છે. જો કે રાજ્યમંત્રીના સઘન પ્રયાસોથી મોરબીમાં બહુ જ ટૂંકાગાળામાં ગિબ્સન મિડલ સ્કૂલમાં મેડિકલ કોલેજ શરૂ થાય તેવા ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે. મોરબીમાં હાલમાં હંગામી ધોરણે ગિબ્સન મિડલ સ્કૂલમાં સરકારે મજૂર કરેલી નવી મેડિકલ કોલેજ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પહેલા આ બિલ્ડીંગમાં જિલ્લા પંચાયત બેસતી હતી. હવે એમાં મેડિકલ કોલેજ ચાલુ કરવાની હોવાથી આ મેડિકલ કોલેજને અનુરૂપ સાધન સુવિધાઓ, લેબ. વર્ગો બનાવવા માટે ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ મેડિકલ કોલેજ માત્ર ત્રણ માળની સ્ટ્રક્ચરમાં આધુનિક લેબ, વર્ગખડ સહિતની તમામ સુવિધાઓ વસાવવા માટે ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન રાજ્યમંત્રી મેરજા આ મેડિકલ કોલેજ સંભવિત આગામી નવા શૈક્ષણિક સત્ર સાથે ચાલુ થાય તેવા સઘન પ્રયાસો કરી રહ્યા છે. આ મેડિકલ કોલેજમાં ઘટતી તમામ સુવિધાઓ તેમજ કાયમી ડિન, તબીબી પ્રોફેસરની નિમણૂક કરવા માટે સરકાર અને રાજ્યના આરોગ્ય વિભાગ સતત ફ્લોઅપ લઈને મોરબીની મેડીકલ કોલેજમાં સુવિધાઓ પુરી કરવા પ્રયાસો કર્યા છે. તેમના પ્રયાસો થકી સરકાર દ્વારા જુનાગઢ મેડિકલ કોલરજના ડિન ડો. નિરજ વ્યાસને મોરબીની મેડિકલ કોલેજના ડિન તરીકે વધારાના હવાલો સોંપવામાં આવ્યો છે. ઉપરાત વડનગરના ડો. કલ્પેશ વિડજા, જૂનાગઢના ડો. કલ્પેશ કુબાવત, જૂનાગઢના ડો.સૂરજ ખાંધેડિયા, ડો.રણછોડ નુકુમ અને ડો.દિશા મહેતાની સહ પ્રાધ્યપક અને ટ્યુટર તરીકે મોરબીની મેડિકલ કોલેજમાં નિમણૂક કરાઈ છે. ત્યારે હવે બહુ જ ટૂંકાગાળામાં મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થાય તેવા સ્પષ્ટ સંકેત મળ્યા છે.