મોરબી : બેંગ્લુરુનું ફાઉન્ડેશન ફોર એક્સલેન્સ ઈન્ડીયા ટ્રસ્ટ સમગ્ર ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓને જ્યા સુધી અભ્યાસ કરે ત્યાં સુધી પ્રતિ વર્ષ 50000 રૂ. સ્કોલરશિપ આપે છે. આ ટ્રસ્ટના ગુજરાતના ફેસિલેટર તરીકે મોરબીના યુવા શિક્ષણવિદ રવીન્દ્રભાઈ ત્રિવેદીની નિમણુંક કરવામાં આવી છે. રવીન્દ્રભાઈ સક્રિય રીતે ભારતીય વિચાર મંચ, ભારત વિકાસ પરિષદ, સમસ્ત બ્રહ્મસમાજ, સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશન, મોરબી એકેડેમીક એસોસિએશન સાથે સંકળાયેલા છે.આ નવી જવાબદારી મળવાથી તેઓને ચોમેરથી અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.