BA, BCom અને BSc ના વિવિધ વિષયો માટે મંગાવાઈ અરજીઓ: 03 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે મોરબી: માળીયા મિયાણા ખાતે આવેલી નવી સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અર્થે વિવિધ વિષયો માટે મુલાકાતી વ્યાખ્યાતાઓ (Visiting Faculty) ની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આગામી તા. 03/08/2026 સુધીમાં નિયત નમૂનામાં અરજી કરી શકશે.કયા વિષયો માટે મંગાવાઈ અરજીઓ?કોલેજમાં હાલ વિવિધ વિષયો માટે મુલાકાતી વ્યાખ્યાતાઓની જરૂરિયાત છે:• BA: હિન્દી, સોશિયોલોજી, હિસ્ટ્રી• BCom: એકાઉન્ટન્સી, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન• BSc: બોટનીશૈક્ષણિક લાયકાત અને મહેનતાણું• લાયકાત: ઉમેદવાર સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રીમાં 55% કે તેથી વધુ ગુણ ધરાવતો હોવો જોઈએ. આ ઉપરાંત NET, GSET કે PhD ની લાયકાત ધરાવતા ઉમેદવારોને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવાર કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જરૂરી છે.• મહેનતાણું: પસંદગી પામેલ ઉમેદવારોને સરકારના ધારાધોરણ મુજબ એક લેક્ચર દીઠ ₹250 લેખે માસિક રૂ. 15,000 ની મર્યાદામાં લેક્ચર આધારિત મહેનતાણું ચૂકવવામાં આવશે. આ નિમણૂક તદ્દન હંગામી ધોરણે વર્કલોડ આધારિત રહેશે.• કામગીરી અને સમયગાળો: વિઝિટીંગ પ્રોફેસરની કામગીરી જે-તે વિષય પૂરતી રહેશે. વર્કલોડ ઓછો થતા કે અધ્યાપકને નિમણુક થતા કામગીરીમાંથી મુક્ત કરવામાં આવશે. દરેક સેમેસ્ટરના અંતે કર્મચારી ફરજ મુક્ત ગણાશે. શૈક્ષણિક કાર્ય ઉપરાંત કોલેજ દ્વારા આપવામાં આવતી સહ પ્રવૃતિઓ અને વહીવટી કાર્ય પણ કરવાનું છેઅરજી કેવી રીતે કરવી?ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાની અરજી સાથે જરૂરી તમામ પ્રમાણપત્રોની સોફ્ટકોપી કોલેજના ઓફિશિયલ ઈ-મેઈલ gacsmaliya@gmail.com પર તા. 03/08/2026 સુધીમાં મોકલી આપવાની રહેશે.ઈ-મેઈલથી સોફ્ટકોપી મોકલવા ઉપરાંત અરજીની હાર્ડકોપી રૂબરૂ અથવા પોસ્ટ દ્વારા કોલેજના સરનામે (સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ITI બિલ્ડીંગ, ચાંચાવદરડા-પીપળીયા પાટિયું, પીપળીયા ચાર રસ્તા પાસે, ગામ: ચાંચાવદરડા, તા. માળીયા મિયાણા, જી. મોરબી - 363660) મોકલવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારોને કોલેજ દ્વારા જણાવવામાં આવે તે તારીખ અને સમયે અસલ પ્રમાણપત્રો સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે.#MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #GovernmentCollege #VisitingFaculty #JobVacancy #MorbiJobs #GujaratEducation #Morbi