11 માસના કરાર આધારિત નિમણૂક: લાયકાત ધરાવતા ઉમેદવારો 10 જૂન 2026 સુધીમાં કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા ખાતે અરજી કરી શકશેમોરબી: ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત સમયગાળા માટે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી હસ્તકના ‘જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર’ (ડિઝાસ્ટર શાખા) ખાતે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર (DPO) ની 1 જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાંથી માત્ર શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને જ રૂબરૂ ઇન્ટરવ્યુ માટે ઈ-મેઈલ મારફતે જાણ કરવામાં આવશે.પગાર ધોરણ અને વય મર્યાદાઆ જગ્યા માટે પસંદગી પામનાર ઉમેદવારને માસિક એકત્રિત મહેનતાણું રૂ. 25,000 (રૂ. 20,000 + રૂ. 5,000) ચૂકવવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 35 વર્ષ નિયત કરવામાં આવી છે.શૈક્ષણિક લાયકાત અને અનુભવઆ જગ્યા માટે શૈક્ષણિક લાયકાતમાં ઉમેદવારે માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW) લઘુતમ 70% અથવા તેને સમકક્ષ ગ્રેડ સાથે ઉત્તીર્ણ કરેલ હોવું જોઈએ. કમ્પ્યુટરનું જ્ઞાન તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રનો ડિગ્રી, ડિપ્લોમા કે સર્ટિફિકેટ કોર્સ ધરાવતા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. ઉપરાંત, સરકારી કે બિનસરકારી સંસ્થામાં કામગીરીનો 3 વર્ષનો અનુભવ તથા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું અનિવાર્ય છે.અરજી કરવાની પ્રક્રિયારસ ધરાવતા ઉમેદવારોએ કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખામાંથી ઉમેદવારી ફોર્મ મેળવી લેવાનું રહેશે. ત્યારબાદ તમામ શૈક્ષણિક અને અનુભવના આધાર-પુરાવાઓની સ્વ-પ્રમાણિત નકલો સાથે આગામી તા. 10/06/2026 ના રોજ સાંજના 6:00 કલાક સુધીમાં રૂબરૂ, રજીસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા કચેરીને મળી રહે તે રીતે મોકલી આપવાનું રહેશે. નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.#Morbi #MorbiUpdate #MorbiNews #JobOpportunity #DisasterManagement #MorbiCollector #GSDMA #GujaratJobs #DPOBharti #MorbiDistrict