ફળપાકોના વાવેતર અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનની યોજનાઓ માટે 18 થી 30 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશેમોરબી અપડેટ: ગુજરાત સરકારના બાગાયત ખાતા દ્વારા વર્ષ 2026-27 દરમિયાન બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સહાયલક્ષી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. મોરબી જિલ્લાના બાગાયત ખેતી કરતા તમામ ખેડૂતોને આ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે જિલ્લા બાગાયત અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.આ યોજનાઓ અંતર્ગત મુખ્યત્વે “ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ” તથા “બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ” ઘટકોમાં સહાય આપવામાં આવશે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે આજથી એટલે કે તા. 18/09/2026 થી તા. 30/09/2026 સુધી ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મુકવામાં આવ્યું છે.અરજી કરવાની પ્રક્રિયા અને જરૂરી સૂચનાઓ:ખેડૂતોએ સહાય મેળવવા માટે સૌપ્રથમ આઇ-ખેડૂત પોર્ટલ 2.0 પર નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી કર્યા બાદ જ અરજી કરી શકાશે. અરજીમાં જણાવ્યા મુજબના જરૂરી કાગળો કે દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને ભવિષ્યની કાર્યવાહી માટે અરજીની પ્રિન્ટ કાઢી પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે.અરજીને મંજૂરી મળ્યા બાદ, ક્લેઇમ સબમિટ કરતી વખતે ખેડૂતોએ અરજીની નકલ પર સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. 226-227, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ખાતે રજૂ કરવાના રહેશે.ઓનલાઇન અરજી અને વધુ માહિતી માટેની વેબસાઇટ લિંક: • ઓનલાઇન અરજી કરવા માટે આઇ-ખેડૂત પોર્ટલ 2.0 ની લિંક: ikhedut.gujarat.gov.in • યોજનાઓની વધુ માહિતી માટે બાગાયત વિભાગની વેબસાઇટ: doh.gujarat.gov.in#Morbi #MorbiUpdate #MorbiNews #Farmers #Horticulture #Agriculture #iKhedutPortal #GujaratGovernment #MorbiAgriculture