ડ્રેગનફ્રૂટ, ટીસ્યુકલ્ચર ખારેક, ફળપાક અને નર્સરી વિકાસ સહિતની સહાય માટે ઓનલાઇન અરજી કરવા નાયબ બાગાયત નિયામકની અપીલમોરબી : મોરબી જિલ્લાના ખેડૂતો અને બાગાયતદારો માટે સરકારના બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ (http://ikhedut.gujarat.gov.in) પર આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને અનેકવિધ ઘટકોમાં સહાય મળવાપાત્ર છે. જેમાં કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહન, પ્રોસેસીંગના સાધનો, ઔષધિય સુગંધિત પાકો માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સ, વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસમાં સહાય આપવામાં આવશે. આ ઉપરાંત દેવીપૂજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બિયારણમાં સહાય, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ, ટીસ્યુકલ્ચર ખારેક અને સરગવાની ખેતીમાં સહાય તેમજ વેલાવાળા શાકભાજી માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય પૂરી પાડવામાં આવશે.સાથે જ બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર, કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ), આંબા, જામફળ, કેળ (ટીસ્યુ) અને પપૈયા જેવા ફળપાકોની ઉત્પાદકતા વધારવા માટે પણ સહાય અપાશે. સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ, ખેતર પર ગ્રેડીંગ, શોર્ટીંગ અને પેકીંગ એકમ ઉભા કરવા, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, આંબા તથા લીંબુના જુના બગીચાઓના નવસર્જન, ક્રોપ કવર, ફ્રુટ કવર અને કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ હેઠળ પણ સહાયનો લાભ મળશે.બાગાયતદારોએ આ ઘટકોમાં સહાય લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરાવ્યા બાદ અરજી કરવાની રહેશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો ઓનલાઈન અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. ખેડૂતોએ અરજીની પ્રીન્ટ કાઢી પોતાની પાસે સુરક્ષિત રાખવાની રહેશે. મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે આ પ્રિન્ટ પર સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજૂ કરવાના રહેશે તેમ નાયબ બાગાયત નિયામક, મોરબીની યાદીમાં જણાવાયું છે.#MorbiUpdate #Morbi #Horticulture #iKhedutPortal #GujaratFarmers #MorbiNews #AgriculજtureSchemes #DragonFruit #Farming