વાંકાનેર : ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા પાજ ગામના ખેડૂતોની સમસ્યાને લઈને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપેલ હતું. ગઈકાલે આમ આદમી પાર્ટી વાંકાનેર અને પાજ ગામના ગ્રામજનો દ્વારા પાજ ગામના મચ્છુ નદીના બનાવવામાં આવેલ ચેકડેમના કારણે બાજુમાંથી જમીનનું ધોવાણ થતા પાજ ગામના ખેડૂતોને 80 વીઘાથી વધારે જમીનનું ધોવાણ થયેલ તથા ગયા વર્ષે આ ધોવાણ થયેલ જગ્યામાં વધુ ધોવાણ ના થાય એ માટે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી. આ પ્રોટેકશન વોલના કારણે ધોવાણ અટકવાને બદલે વધુ થયું હતું અને ગ્રામજનોની પીડામાં વધારો થયો છે. ત્યારે આમ આદમી પાર્ટી વાંકાનેરના કાર્યકર્તાઓએ પ્રાંત અધિકારીને આવેદન આપી અને પાજ ગામના ગ્રામજનોની સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે અને તાત્કાલિક તે જગ્યાનું સર્વે કરવામાં આવે એવી રજુઆત કરવામાં આવી હતી.