મોરબી : મોરબીના શોભેશ્વર મંદિરની નીચે આવતી મધુસ્મૃતિ-શાંતિવન 1-2 સોસાયટીને અશાંતધારા હેઠળ સમાવવા રહેવાસીઓએ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.સોસાયટીના પ્રમુખ અને રહીશોએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, તેઓની સોસાયટીમાં હિન્દુ ધર્મના લોકોના 800 જેટલા મકાન આવેલા છે. પરંતુ છેલ્લા 2 માસથી અમુક બિલ્ડરોએ સોસાયટીના નિયમ વિરુદ્ધ જઈને અન્ય ધર્મના લોકોને મકાનો વેચાણે આપેલ છે. આ લોકો સોસાયટીમાં આવ્યા બાદ ગેરલાયક પ્રવૃત્તિઓ કરે છે. સોસાયટીના રહીશોને હેરાન કરે છે. તેઓને કોઈ કહે તે અપશબ્દો બોલે છે અને માર મારવાની ધમકી આપે છે. તેથી સોસાયટીને અશાંતધારામાં સમાવી લેવામાં આવે તેવી હિંદુ ધર્મના રહીશોની માંગણી છે. આ ઉપરાંત બિલ્ડરો તથા કોન્ટ્રાક્ટરો હજુ પણ અન્ય ધર્મના લોકોને મકાન વેચવાની પેરવી કરી રહ્યા છે તેને અટકાવવામાં આવે.