રબી : મોરબી શહેરમાં વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીની મહિલાઓ દ્વારા રહીશો વતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે. સ્થાનિકો દ્વારા આવેદન પત્રમાં જણાવાયું છે કે સોસાયટીમાં વરસાદી પાણી ભરાય ગયા છે. તેમજ ભૂગર્ભ ગટરનું પાણી પણ ઉભરાય છે. આથી, પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. ઘરોમાં પાણી આવી જાય છે. અને ગંદકી થવાના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અગાઉ રહીશો દ્વારા નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આથી, તાકીદે સમસ્યાનો હલ લાવવા અપીલ કરવામાં આવી છે.