કોરોના કામગીરીના આશાવર્કરોને રૂ. 1000 અને ફેસીલીએટર બહેનોને રૂ. 500 તાત્કાલિક ચુકવવા માંગ મોરબી: મોરબી જિલ્લાની આશા વર્કર બહેનોએ પોતાની વિવિધ પડતર માંગણીઓ મુદ્દે કલેકટરને આવેદન પાઠવ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે રાજ્યની આશાવર્કરો, આરોગ્યવર્કરો, ફેસીલીએટર/ અર્બન બહેનોએ નિયમિત રીતે કોરોના રસીકરણની કામગીરી દિલથી કરી છે.પરંતુ કોરોના ભથ્થાની રકમ હજુ પણ ચૂકવાઇ નથી. વધુમાં કામગીરી કરાવી લીધા પછી એપ્રિલથી સપ્ટેમ્બર 2021 ની કોરોના ભથ્થાની ખુદ સરકારે આશાને માસિક રૂ1000 અને ફેસીલીએટર ને રૂ500 આપવાની જાહેરાત કરેલ. લમસમ રકમ પર પણ કાપ મૂકવામાં આવ્યો છે. આ સામે ગુજરાતની ૪૦,૦૦૦થી વધુ આશાવર્કર અને ફેસીલીએટર/ અર્બન બહેનોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષથી કોરોનામાં જિંદગીના જોખમ વાળુ ટેસ્ટિંગ, કવોરોન્ટાઇન વિસ્તારોમાં કોરોના સર્વે, સંક્રમિત દર્દીઓની સારવાર અને રસીકરણ ની કામગીરી કરી છે પરિણામે અનેક બહેનો સંક્રમિત થઈ છે અને કેટલીક બહેનોના અવસાન પણ થયા છે. તેમ છતાં હજુ સુધી મૃત્યુ વળતર ચૂકવાયું નથી. આ ઉપરાંત સરકારના પરિપત્ર મુજબ આશાવર્કરએ અઠવાડિયામાં પાંચ દિવસ- રોજના બે કલાક તેમના અનુકૂળ સમયે કામગીરી કરવાની હોય છે પરંતુ હકીકત તદ્દન ઊલટી છે. ડ્રેસ અંગે માંગણી કરતાં જણાવ્યું છે કે 2017માં આશાવર્કરને ડ્રેસ-સાડી આપેલ તે ચીથરે હાલ થયો છે તે બજેટમાં જાહેર કર્યા છતાં અપાયો નથી. તે તાકીદે આપવા તેમજ ફેસીલીએટર બહેનોને ડ્રેસ, સાડી આપવાની 2019ના બજેટમાં જાહેરાત કરાઈ જે આજની તારીખ સુધીમાં અપાયો નથી તે તાકીદે આપવા માંગ કરી છે .આ ઉપરાંત વર્તમાન સમયની મોંઘવારીને લક્ષમાં લઇ આશાવર્કર ને ફિક્સ રૂપિયા 10,000 તથા ફેસીલીટેટરને રૂપિયા 15000 ચૂકવવા જોઈએ. સમાજ સુરક્ષા ના લાભો જેવા કે પેન્શન ગ્રેચ્યુઈટી, પ્રોવિડન્ટ ફંડ, ઈએસઆઈ યોજનાના લાભો આપવા તેમજ જે વધારાની કામગીરી લેવામાં આવે છે તે કામગીરીની ઈન્સેન્ટિવ રકમ નક્કી કરવા સહિતના મુદ્દે રજૂઆત કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..