મોરબી : મોરબીમાં દરરોજની ટ્રાફિક સમસ્યા અને ભક્તિનગર સર્કલ પર થયેલ ટ્રાફિકમાં પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીઓને હેરાનગતિ ભોગવવી પડી હતી. તેની જાણ યુવા ઉમેદવાર (અપક્ષ) પંકજ રાણસરીયાને મળતા તેણે એસ.પી.ને રુબરુ મળીને આ બાબતે આવેદન આપ્યુ હતુ અને મોરબીમાં ટ્રાફિક વ્યવસ્થા બાબતે રજુઆત કરી હતી. મોરબીમાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા છે. જેમા મોરબીનાં શનાળા બાયપાસથી ભકિતનગર સર્કલ અને ભકિતનગર સર્કલથી દલવાડી ચોકડી સુધી દરરોજ થતી ટ્રાફિક સમસ્યાથી ધંધાર્થીઓને રોજ પોતાના દુકાન, ઓફિસ કે કંપની કે અન્ય સ્થળ ઉપર જવા માટે ટ્રાફિકમાં ફસાય છે. સમયસર પહોચી શકતા નથી. આ ટ્રાફિક સમસ્યા માટે મોરબીમાં આવેલ રોડ-રસ્તા ખરાબ હોવાથી ટ્રાફિકની સમસ્યા વધારે રહે છે. જેથી, તંત્ર પણ જાગે અને રોડ રસ્તા સારા કરે તો મોરબીની ટ્રાફિક સમસ્યાનો હલ થાય. અને દરેક મોરબીના નાગરીકોનો સમય તથા ડીઝલ પેટ્રોલની બચત થાય. મોરબીમાં ટ્રાફિકની સમસ્યા ન રહે અને રોડ-રસ્તા સારા થાય. જેથી, ધંધાર્થીનો સમય બચે અને અકસ્માત અટકે એવી ૨જુઆત કરાઈ છે.