હળવદ : નવા ઘાંટીલા ગામમા નર્મદા કેનાલનું પાણી બંધ કરાતા પાણી બાબતે ગામવાસીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.નવા ઘાંટીલા વાસીઓ પર પડ્યા પાટું લાગવુંની જેમ માળીયા બ્રાન્ચ વાળી નર્મદા કેનાલ પણ બંધ કરવામાં આવેલ છે. તેથી પાણીની સમસ્યા તાત્કાલિક ધોરણે ઉકેલવા નવા ઘાંટીલા ગ્રામ પંચાયત દ્વારા હળવદ મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. નવા ઘાંટીલા ગામમા હાલ નર્મદા કેનાલનું પાણી બંધ કરાતા પાણીની વિકટ સમસ્યાનું સર્જન થયુ છે.નવા ઘાંટીલામાં ૭૦૦ની વસ્તી,ગામના ૪૦૦ પશુઓ અને ૫૦૦ ખેતમજૂરો પાણી વિહોણા છે.ગામમાં પાણીના સ્ત્રોત માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી.હાલમાં માળીયા બ્રાન્ચ વાળી નર્મદા કેનાલ પણ બંધ કરવામાં આવેલ છે. જેથી નવા ઘાંટીલા ગામ માટે મીઠા પીવાના પાણી સમસ્યા વિકટ અને જાન લેવા સમાન બની છે. આ બાબતની રજુઆત તાલુકા તથા જિલ્લાકક્ષાએ વારંવાર લેખિત તથા મૌખિક કરેલ છે.તેમ છતા હજુ સુધી પાણીની સમસ્યાનું સમાધાન થયુ નથી.જેથી ત્રણ દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહી આવે તો ત્રણ દિવસ પછી સમસ્ત ગામજનો,બાળકો તથા મહિલા સહિત ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર આંદોલન કરવા સિવાય બીજો કોઇ રસ્તો રહેતો નથી.આથી નવા ઘાંટીલા ગ્રામ પંચાયત દ્વારા આ પાણીની સમસ્યા અંગે યોગ્ય પગલાં લેવા હળવદ મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.