તા. 4/5ના રોજ કાળા કપડા સાથે દેખાવો,ત્યારબાદ થાળીનાદ, ધરણાં તેમજ 16મીએ રેલી પદયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે મોરબી:ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ સેવા બજાવતી 51000 આંગણવાડી કેન્દ્રોની એક લાખ જેટલી આશાવર્કર બહેનો તેમજ આરોગ્ય વિભાગ હેઠળ 1500થી વધુ આરોગ્ય કેન્દ્રોમાં સેવા બજાવતી 40000 જેટલી ફેસિલિએટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો બાબતે મુખ્યમંત્રી,મહિલા બાળ વિકાસ મંત્રી અને આરોગ્ય પ્રધાન સમક્ષ આવેદનપત્ર સહિત અનેક રીતે રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા એક પણ પ્રશ્નનો ઉકેલ ન આવતા ગુજરાત વ્યાપી આંદોલન કરવાનો સીટુ સંકલિત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્ક વર્ક યુનિયન દ્વારા નિર્ણય કરાયો છે. જે મુજબ આજે તા.3 જાન્યુઆરીના રોજ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાની કચેરી ખાતે આવેદન પત્ર આપી પોતાની માગણી સંતોષાય તેવી ઉગ્ર માંગ કરાય હતી. આ ઉપરાંત તા.5મીએ કાળા કપડા સાથે દેખાવો-સૂત્રોચ્ચાર,તા.6ના રોજ થાળીનાદ તેમજ તા.8ના રોજ તાલુકા-જિલ્લામાં ધરણા કાર્યક્રમ કે ગાંધીનગરમાં મહારેલી-મહાધરણા તથા પદયાત્રા કાર્યક્રમ યોજવાની તૈયારી કરી લેવામાં આવી છે. આ ઉગ્ર આંદોલન બજેટ બેઠક સુધી ચાલુ રખાશે.આશાવર્કર અને ફેસિલિએટર બહેનોની મુખ્ય સમસ્યા એ છે કે કોરોના કાળમાં જીવના જોખમે નજીવા વેતનમાં કામગીરી બજાવવા છતાં વેતનમાં કોઇ વધારો કરાયો નથી. આ ઉપરાંત બહેનોને કાયમી કરવા,લઘુતમ વેતન આપવા,પેન્શન, ગ્રેજ્યુઇટી,પ્રોવિડન્ટ ફંડ યોજના લાગુ પાડવા,નિવૃત્તિ વય મર્યાદા 58ને બદલે 60 કરવા કોરોના કામગીરીના દરમાં વધારો કરવા તથા ડ્રેસ આપવા, મીની આંગણવાડીને પૂર્ણ આંગણવાડી કરવા સહિતની માંગણીઓ મુદ્દે આંદોલનનો આરંભ કરાયો છે. આ ઉપરાંત સરકાર દ્વારા કોરોના વોરિયર્સને જાહેર કરેલ મૃત્યુ વળતરની રકમો અવસાન પામેલ બહેનોને હજુ સુધી ચૂકવાઈ ના હોવાથી રોષ જોવા મળી રહ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..