મોરબી : ડોકટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતીએ ૧૪ એપ્રિલના રોજ ચૂંટણી જાહેર ન કરવા સ્વયમ સૈનિક દળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.આવેદનમાં જણાવાયુ છે કે તાજેતરમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થનાર છે. જે સંભવીત ૧૪ એપ્રિલની આસપાસ થાય તેવા ન્યુઝ સોશીયલ મીડીયા અને પ્રિન્ટ મીડીયાના માધ્યમથી જાણવા મળેલ છે. ૧૪ એપ્રિલ એ ડોકટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતી છે. જેમને ભારતના લોકોને હજારો વર્ષોની ગુલામીમાંથી મુકતી અપાવી ભારતના કરોડો મૂળ નિવાસી લોકોને સમાનતાનો અધિકાર અપાવ્યો છે. ભારતની તમામ મહિલાઓને, પછાતોને ગુલામીમાંથી મુકત કરાવ્યા અને સુખમય જીવન જીવવાના અધિકાર આપ્યા. આવા મહાન પુરુષ જેમની જન્મ જયંતી ભારતના કરોડો લોકો મનાવે છે અને બાબા સાહેબને માનનારા કરોડો અનુયાયીઓ ૧૪ એપ્રીલનો દિવસ હર્ષોલ્લાસથી મનાવે છે.દસ દિવસ આગળ-પાછળ લોકસભાની ચૂંટણી યોજાય તેવું આયોજન કરવાની માંગ છે.