વેરા વસુલાત ઝડપી બનાવવા રાત્રીના 11 વાગ્યા સુધી અને રજાના દિવસે પણ કામગીરી ચાલુમોરબી : મોરબી મહાપાલિકાનો વેરો ભરવા અરજદારો દિવસે તો ઠીક રાત્રીના પણ કતારો લગાવી રહ્યા છે. આજે રાત્રીના સમયે પણ આવી જ રીતે અરજદારોની લાંબી કતાર જોવા મળી હતી. મોરબી મહાપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. 20થી વધુ મિલકતો સિલ કરવામાં આવતા વેરો ભરવામાં અરજદારોનો ધસારો વધ્યો છે. જો કે દિવસે સર્વરના ધાંધિયા રહેતા અરજદારો માટે રાત્રીના સમયે વેરો ભરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત રજાના દિવસે પણ આ સેવા ચાલુ રહે છે. આમ રાત્રીના સમયે પણ વેરો ભરવા લોકોની કતારો દેખાય છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 15થી 17 કરોડની આવક થાય છે. પણ આ વખતે અત્યાર સુધીમાં જ 22 કરોડની આસપાસ આવક થઈ ગઈ છે.