કાર્યક્રમમાં રાજ્યમંત્રી ઉપસ્થિતિ રહ્યા મોરબી : મોરબીમાં સર્કીટ હાઉસ ખાતે આયોજિત લોક દરબાર જેવા માહોલમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લોકોની રજૂઆતોને સાંભળી સ્થળ પર જ પ્રશ્નનોના નિકાલ કરવામાં આવ્યા હતા.જે તે વિભાગના રાજયકક્ષાના પ્રશ્નોનું લેટરપેડ પર જરૂરી લેખિતમાં રજૂઆત પી.એસ.ને આપવા સૂચના આપવામાં આવી હતી.જેથી લોકોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે. લોકોની સુખાકારી માટે સતત કાર્યરત મંત્રી બ્રિજેશભાઈ મેરજા શુક્રવારથી રવિવાર મોટાભાગે મોરબી-માળીયા વિસ્તારની જનતાના પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ હોય છે.તેથી સર્કીટ હાઉસ ખાતે અનેક લોકો રજુઆત માટે એકત્ર થયા હતા.જેમાં સરપંચો,ઉદ્યોગપતિઓ,કર્મચારીઓ માટેના બદલીના પ્રશ્નો તેમજ શિક્ષણના પ્રશ્નો મંત્રી સામે રજૂ કરવા માટે અનેક લોકો ઉપસ્થિત હતા. આજરોજ સવારે 9 થી 10.30 વાગ્યા સુધી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ વન બાય વન દરેક અરજદારોને બોલાવી અરજદારોના પ્રશ્નો વ્યવસ્થિત સાંભળી લગત અધિકારીઓ સાથે સીધો ટેલિફોનિક વાર્તાલાપ દ્વારા પ્રશ્ન સોલ આઉટ કરવાની સૂચના આપવામાં આવી હતી અને જે તે વિભાગના રાજયકક્ષાના પ્રશ્નોનું લેખિત લઈ એમના પી.એસ.ને આપી લેટરપેડ પર જરૂરી લેખિત રજુઆત કરવાની સૂચના આપવામાં આવી હતી.જેથી તમામ અરજદારો બ્રિજેશભાઈ મેરજાના પ્રજાલક્ષી અભિગમને જાણી સમજી અને કામ કરવાની કુનેહથી ખુશ થયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..