પેટ્રોલ પંપ ઉપર એકઠાં થઈ જાહેરનામાનો ભંગ કરનાર લોકો પર પોલીસ કાર્યવાહી કરે તે જરૂરી હળવદ : હાલ કોરોના વયરસના પગલે કેન્દ્ર સરકાર દ્વારા રાત્રિના ૧૨ વાગ્યા બાદ જાહેર કર્યું છે. જેથી, વડોદરા અમુક તત્વો દ્વારા પેટ્રોલ પંપ બંધ રહેવાની ખોટી અફવાઓ ફેલાવતા હાલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ મોટાભાગના પેટ્રોલ પંપ પર જનતા દ્વારા પોતાના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ ઉપર મોટી લાઇનો લગાવી રહ્યા છે. હળવદ તેમજ સમગ્ર મોરબી જિલ્લામાં પેટ્રોલ પમ્પ ખુલ્લા રહેશે તેમજ ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે માટે કોઈ ખોટી અફવાઓથી દૂર રહેવું તેમજ પેટ્રોલ પંપો પર ખોટી લાઇન લગાડી સમયની બરબાદી ન કરવી. વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે કે પેટ્રોલ ડીઝલ તેમજ મેડિકલ સુવિધાઓ, કરિયાણાની દુકાનો, દૂધની ડેરીઓ તેમજ જીવન જરૂરિયાતની આવશ્યક સામાનની કોઈ તંગી સર્જાશે નહીં માટે અફવાઓથી દુર રહી પોતાના ઘરે જ સમય પસાર કરવો. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જે પેટ્રોલ પમ્પ લોકોની ભીડ એકઠી થઇ છે તે શું કલેકટરના જાહેરનામાનો ભંગ ન કહી શકાય? હાલ તો પોલીસ દ્વારા ખોટી અફવાઓ ફેલાવનારાઓ તત્વો પર તેમજ પેટ્રોલ પંમ્પ પર ભીડ એકઠી થઇ છે તેને વિખેરી તે જરૂરી બન્યું છે.