ટંકારા : મોરબી માર્કેટ યાર્ડના ડિરેક્ટર દ્વારા ટંકારા તાલુકાના જયનગર ગામના રહીશોના કિંમતી પશુધનને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવા અપીલ કરવામાં આવી છે. આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે હાલમાં જયનગર ગામમાં કન્ટેનમેન્ટ ઝોન છે. કોરાના પોઝીટીવ આવેલ ભાવેશ ભાગીયાની તબિયત બીલકુલ સારી હોવાથી સરકારના આરોગ્ય વિભાગના તમામ પરીક્ષણોમાં સુરક્ષિત હોય, તેથી તેઓને હોસ્પિટલમાંથી રીલીઝ કરેલ છે. વિશેષ તેમના પરિવારના 5 સભ્યોના રિપોર્ટ પણ નેગેટિવ આવેલ છે. છતાં તેમની આસપાસ રહેતા 11 પરિવારોના 58 સદસ્યોને વિના કારણે ફક્ત વહીવટ સંકલનના અભાવે તેમના ઘરોમાં પુરાઇ રેવાની ફરજ પાડવામાં આવે છે. આ પરિવારો કે જેઓ પોતાનો પશુધનથી પોતાના પરિવારની રોજીદી દુધ વેચાણ થકી આવકથી ગુજરાન ચલાવી રહેલ તેઓની 42 જેટલી ગાયો, ભેંસો, ઘેટા-બકરાઓને સમયસર ઘાસચારો નીરણ-પાણી કોરનટાઇનના કારણે આપી શકતા નથી. તેના કારણે આ અબોલ પશુઓ ભુખ-તરસથી મરવાના વાકે જીવી ૨હયા છે. ત્યારે હાલ જયનગર ગામ કોરોનામુક્ત છે. તેથી, કન્ટેનમેન્ટ ઝોનમાં છૂટછાટો આપવામાં આવે તો સરકારી ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે, તેવી ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત, ટોકન નંબર ફાળવીને આજીવિકાનું સાધન પશુધનને નિયમીત ઘાસચારો પાણી તેમજ ચોમાસાના કારણે એક જ જગ્યાએ બાંધી રાખવાથી પશુઓને થતા ખરવા/મૌવાના નામનો જીવલેણ રોગનો ચેપ ના લાગે તે માટે થોડા સમય પુરતી છુટ આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.