જમીન ફાળવણીના મુદ્દે ખાતેદારો વચ્ચે તકરારને ટાળવા વિરપર ગ્રામ પંચાયતની રજૂઆત ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે ખરાબા પૈકીની જમીન લાગુ કે બેઠા થાળે કે અન્ય બાબતે ગ્રામ પંચાયત તથા આજુ-બાજુના ખાતેદારોની સંમતી લઇ જમીન ફાળવણી કરાવવી. જેથી, ખાતેદારોને તેમના ખેતરમાં જવા માટે ઉભી થતી તકરારને ટાળી શકાય. તેવી અપીલ વિરપર ગ્રામ પંચાયતે જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને કરી છે. સરકારના નિયમો મુજબ વિરપર ગામે જુદા-જુદા હેતુઓ માટે કલેકટરના નિયમો મુજબ જમીન ફાળવવામાં આવે છે.આ જમીન ફાળવણી બાબતે જે-તે ખાતેદારોને જમીન ફાળવ્યા બાદ સરવે નંબર તથા બાજુના ખાતેદારોને તેમના ખેતરમાં જવા માટે તકરાર ઉભી થાય છે.ત્યારે હવેથી જ્યારે આવી જમીન ફાળવવામાં આવે ત્યારે વિરપર ગ્રામ પંચાયત તથા અન્ય આજુ-બાજુના ખાતેદારોની સંમતિ લઇને યોગ્ય કાર્યવાહી કરવા વિરપર ગામના સરપંચે જિલ્લા કલેક્ટરને રજૂઆતમાં અપીલ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..