મોરબી : આહીર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો તથા માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ આગામી દિવસોમાં રાખવામાં આવશે. જેના માટે માર્કશીટ મોકલવાની છેલ્લી તારીખઃ ૩૧ છે. બાદમાં માત્ર લેખીત પ્રમાણપત્ર પ્રાપ્ત થશે. વર્ષ ૨૦૨૩-૨૪ માં અભ્યાસ કરી પરીક્ષા આપેલી હોય તેવા વિદ્યાર્થીઓ માર્કશીટ મોકલી શકશે. S.S.C. અને H.S.C. માં ૬૦% કે તેથી વધુ ગુણ તથા અન્ય ડીગ્રીમાં ૫૦% કેતે થી વધુ ગુણ હોવા જોઈએ.વિદ્યાર્થીએ મોરબી જિલ્લા વિસ્તારના કેન્દ્રમાંથી પરીક્ષા આપેલી હોવી જોઈએ. અથવા અન્ય કેન્દ્રમાંથી પરીક્ષા આપેલી હોય તો હાલમાં વિદ્યાર્થીના માતાપિતા મોરબી જિલ્લા વિસ્તારમાં રહેતાં હોવાં જોઈએ. માર્કશીટની પાછળ મોબાઈલ નંબર તથા સરનામું લખવાં ફરજીયાત છે. ઉપરોકત વિગતથી પ્રાપ્ત થયેલ તમામ વિદ્યાર્થીને પ્રમાણપત્ર તથા પ્રોત્સાહન ઇનામ એનાયત થશે. આ વર્ષના વિધાર્થી સન્માન સમારંભના દાતા વિક્રમભાઇ ધીરૂભાઈ ચાવડા (મોરબી) રહ્યા છે.વધુ મહીતી માટે દિનેશભાઈ હુંબલ 9825758590 તથા મયુરભાઈ ગજીયા 9737478606 નો સંપર્ક કરવા જણાવાયુ છે.