પશુઓને આ સેવા સરળતાથી ઉપ્લબ્ધ થાય તે માટે 1962 સેવાનો ઉપયોગ કરવા અનુરોધ મોરબી : લમ્પી વાયરસ સંદર્ભે પશુપાલાન વિભાગ સાથે 1962ની સેવા પણ સતત કાર્યશીલ છે. ૧૯૬૨ની વાનના પૈડા છેલ્લા 15 દિવસથી થંભ્યા નથી. 1962ની સેવાનો હજુ વધુ કાર્યશીલ ઉપયોગ વધારી શકાય તે માટે જાહેર જનતાને સહકાર આપવા અપીલ કરાઈ છે. મોરબી જિલ્લામાં પશુઓમાં જોવા મળી લમ્પી રોગેને અટકાવવા તેમજ ઉપચાર માટે પશુપાલન વિભાગ સજાગ છે. પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ હાથ ધરાઈ છે. પશુઓને રસીકરણ દ્વારા સુરક્ષિત બનાવવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત પશુ દવાખાના તેમજ 1962ની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ રોગનો ભોગ બનેલા પશુઓની સારવાર કરવામાં આવી રહી છે. 15 દિવસથી 1962 હેલ્પ લાઈનમાં કોલની સંખ્યા બમણી થઈ ગઈ છે જેના કારણે તેમાં સેવા બજાવતા 1962ની મોરબી જિલ્લા ટીમની જવાબદારી પણ બમણી થઈ છે. 1962 ના પૈડા થંભ્યા વિના સતત દોડી રહ્યા છે અને આ જવાબદારી તેઓ બખુબી નિભાવી રહ્યા છે. 15 દિવસમાં એક પણ દિવસ રજા વગર સ્ટાફ દ્વારા બમણી કામગીરી કરવામાં આવી રહી છે. 1962દ્વારા મોરબી જિલ્લામાં જાહેર જનતા અને ગામડાના સરપંચઓ તેમજ ગામના આગેવાનઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે, જે ગામમાં 1962 ની ટીમની જરૂર હોય ત્યાં ગામના લોકો સાથે મળીને જ ગામમાં જેટલા કેસ હોય એકસાથે લખાવી આપે. જેથી એક સાથે જ તેમની સારવાર કરી શકાય. ઉપરાંત બીજા પણ વધારે ગામોના પશુધનને આ સેવાનો લાભ નિરંતર મળી શકે. જે થકી 1962 ની સેવા વધુ ને વધુ કાર્યક્ષમ બની શકશે તથા જરૂરિયાતમંદ પશુઓને આ સેવા સરળતાથી ઉપ્લબ્ધ થઈ શકશે.