પી. જી. પટેલ કોલેજ અને લાયન્સ ક્લબ દ્વારા અનોખી પહેલ મોરબી : મહીલા દીવસની ખરા અર્થમાં ઉજવણીની દીશામાં પી. જી. પટેલ કોલેજ-NSS યુનિટ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. આગામી 8 માર્ચે મહિલા દીવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે પી.જી.પટેલ કોલેજ-NSS યુનિટ તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે 'DONATE HAIR, DONATE HOPE' સુત્ર અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી છે. જેમા કેન્સર પીડિતો માટે વાળનુ દાન આપીને તેમના જીવનમા અજવાળુ લાવવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવનાર છે. આપણે સૌ જાણીએ છીએ કે કેન્સર પીડિતો કીમોથેરાપીની સારવાર દરમિયાન પોતાના વાળ ગુમાવતા હોય છે. વ્યક્તિની સાચી સુંદરતા વાળથી જ હોય છે. આ માટે કેટલીક સેવાકીય સંસ્થાઓ કેન્સર પીડીતોને વિનામુલ્યે હેર વિગ આપતી હોય છે, આ હેર વિગ આપીને તેમના જીવનમાં પ્રકાશ લાવવના કાર્યમા સહભાગી બનીને આગામી મહીલા દીવસે આપ વાળનુ દાન કરવા માટે આગળ આવો તેવી લાયન્સ ક્લબ ઓફ મોરબી - નઝરબાગ મોરબીએ મહીલાઓને અપીલ કરેલ છે. આ ઉમદા કાર્યમાં મોરબીની કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે. આ અંગે વધુ માહીતી તથા નામ નોંધણી માટે મોબાઈલ નંબર 82380 88777 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.