સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી જોખમી બીલડીગોને મજુરી આપનાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી મોરબી : મોરબીમાં અનેક જોખમી બાંધકામો હોવાને કારણે સુરતની ઘટનાનું મોરબીમાં પુનરાવર્તન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ચારેકોર ગેરકાયદે બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટીની કોઈ સુવિધા ન હોવાથી આ ઇમારતોમાં કદાચ આગ લાગે તો મોટી દુર્ઘટના થાય તેવી દહેશત છે. તેથી સામાજિક કાર્યકરે મુખ્યમંત્રીને રજુઆત કરી જોખમી બાંધકામોને અટકવવા તથા આ બાંધકામોને મંજૂરી આપનાર જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. મોરબીના સામાજિક કાર્યકર સુરેશભાઈ શિરોહિયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે.મોરબી શહેર અને સમગ્ર જિલ્લાનો ખૂબ જ વિકાસ થઈ રહો છે પણ વિકાસની આડમાં જોખમી બહુંમાળી ઇમારતો પણ ખડકાઈ રહી છે.મોરબીમાં જે રીતે આડેધડ બહુમાળી ઇમારતો ખડકાઈ રહી છે તે જોતા એવું લાગે છે.વૃક્ષને બદલે મોરબીમાં સિમેન્ટ કોકરીટ વાતાવરણ છવાઈ ગયું છે.મોટાભાગે બહુમાળી ઇમારતોમાં રહેણાક મકાનો તેમજ સ્કૂલ કોલેજ અને ટ્યુશન કલાસીસ વગેરે ધમધમતા હોય છે.જોકે મોરબીમાં ચાર માળથી ઉપરની માળની મંજૂરી નથી.છતાં ધણી બીલડીગો 6-8 કે 10 માળ સુધીની હોય છે વળી આ બીલડીગોમાં ફાયર સેફટીના કોઈ સાધનો હોતા નથી.ચાર માળથી ઉપર આગ લાગે તો બુઝાવી શકાય એવી ફાયરની વ્યવસ્થા નથી.આથી કદાચ સુરત જેવી ઘટના મોરબીમાં બને તો ભારે જાનહાની થાય તેવી દહેશત છે..જોખમી બાંધકામો કરનાર બિલ્ડરો અને કોન્ટ્રકટર કસૂરવાર છે જ.સાથોસાથ આ બાંધકામોને મંજૂરી આપનાર જે તે અધિકારીઓ પણ એટલા જ દોષિત છે તેથી મોરબીમાં સુરત જેવી ઘટના ન બને તે માટે તાકીદે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.