વાંકાનેર : વાંકાનેરના ધોળેશ્વર મંદિરમાં પક્ષીઓ માટે ચણનજ વ્યવસ્થા તેમજ શ્વાન માટે રોટલા- રોટલીની વ્યવસ્થા કરવામાં આવે છે. જેના માટે રોજ-બરોજનો અંદાજે 300થી 400 જેટલો ખર્ચ થતો હોય છે. આ સેવા કાર્યમાં લોકો પોતાના પરિવારજનોના જન્મદિવસ, વર્ષ ગાંઠ, તિથિ વગેરે જેવા પ્રસંગો ઉપર સામેલ થઈ શકે છે. ઉપરાંત ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પણ આ સેવા કાર્યમાં સહયોગ આપી શકાય છે. વધુ વિગત માટે ગૌતમસિંહ ઝાલા મો.નં. 9879403771 અથવા નરૂભા ઝાલા મો.નં. 9979339007 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.