મોરબી : તારીખ 3 મે થી 9 મે સુધી કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પોતાનો માલ તાલપત્રી ઢાંકીને લાવવા મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા જાણ કરવામાં આવી છે. સાથે જ શેડમાં જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. ઘઉં ખુલ્લામાં ઉતરતા હોય તેથી ઘઉંની ઉતરાઈ બંધ કરવામાં આવી છે. ઘઉંના વાહન ઉભા રાખવામાં આવશે. ઉભા વાહનની હરરાજી લેવામાં આવશે. વેપારીઓએ પણ પોતાનો માલ શેડ ઉપર તથા ખુલ્લા ઓઠા પર પડેલો હોય તો તે ઉપાડી લઈ પોતાના ગોડાઉનમાં લઈ લેવા જાણ કરવામાં આવી છે.