વાંકાનેર : તારીખ 3 મે થી 6 મે સુધી માવઠાની આગાહી હોય વાકાંનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા દલાલભાઈઓ તથા વેપારીભાઈઓને ખુલ્લામાં પડેલો માલ અને શેડમાં જે માલ પડ્યો છે તે પોતાના ગોડાઉનમાં લઈ લેવા જણાવાયું છે. સાથે જ ખેડૂતભાઈઓ અને વાહનમાલીકોએ પ્લાસ્ટિક કાગળ અથવા તાલપત્રી ઢાંકીને જણસી લાવવા જણાવાયું છે. જો શેડમાં જગ્યા ન હોય તો વાહન ઉભુ રાખવા પણ જણાવાયું છે.