મુખ્યમંત્રી આવાસ યોજનાના ડ્રોમાં સફળ થયેલ લાભાર્થીઓની યાદીની ચકાસણી મહાપાલિકાના આવાસ વિભાગ ખાતે કરાશે મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળ લીલાપર સર્વે નંબર ૧૧૧૬ની જમીનમાં નિર્મિત ૪૦૦ આવાસોના લાભાર્થીઓને ૩૧/૦૮/૨૦૨૫ સુધીમાં તેમની બાકી રહેતી સંપૂર્ણ રકમ જમા કરાવવા અથવા હોથી મોરબી મહાપાલિકાના આવાસ વિભાગનો સંપર્ક કરીને જમા કરાવી તેમના આવાસનો કબજો સંભાળી લેવા જણાવાયુ છે. વર્ષ ૨૦૧૭માં ૩૦-૦૧-૨૦૧૭ના રોજ કોમ્પ્યુટર આધારિત ડ્રો દ્વારા ૪૦૦ લાભાર્થીઓની યાદી કરવામાં આવી હતી. આ યાદીમાં સફળ થયેલા લાભાર્થીઓ પૈકી જેમણે હજુ સુધી આવાસના લાભાર્થી ફાળા પેટે નિયત થયેલ રકમ રૂ. ૫૧,૦૦૦/- મોરબી મહાપાલિકામાં જમા કરાવી નથી અથવા જેમણે માત્ર આંશિક ચુકવણી (પાર્ટ પેમેન્ટ) કરી છે, તેવા તમામ લાભાર્થીઓને ૩૧/૦૮/૨૦૨૫ સુધીમાં તેમની બાકી રહેતી સંપૂર્ણ રકમ જમા કરાવવા અથવા હોથી મોરબી મહાપાલિકાના આવાસ વિભાગનો સંપર્ક કરીને જમા કરાવી તેમના આવાસનો કબજો સંભાળી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ સાથે મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP)ના ડ્રોમાં સફળ થયેલ લાભાર્થીઓની નામાવલી (યાદી)ની ચકાસણી મોરબી મહાપાલિકાના આવાસ વિભાગ ખાતે કરી શકાશે.