પાણીનું પ્રેશર વધારવા પણ રજૂઆત કરાઈ વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામની ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા પાણીનો અવેડો ભરવા કનેક્શન આપવા તેમજ પાણીનું પ્રેશર વધારવા પાણી પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. રાજસ્થળી ગ્રામ પંચાયત દ્વારા લેખિત રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે ગામમાં પશુઓને પાણી પીવા માટે નવો અવેડો બનાવવામાં આવ્યો છે. જેમાં પાણી ભરવા માટે કનેક્શન મંજૂરી આપવા પાણી પુરવઠા અધિકારીને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી હોવાથી ખેડૂતો અને લોકોને પાણીની વધુ જરૂરિયાત રહે છે. હાલમાં આપવામાં આવતું પાણી પૂરું પડતું નથી. તેથી, પાણીનું પ્રેશર વધારી વધુ પાણી આપવાની માંગ પણ કરવામાં આવી છે.