ધુળેટીના પર્વે માટેલ ખોડિયાર મંદિર ખુલ્લું રહેશે મોરબી : દર વર્ષે ધુળેટી પર્વે શ્રદ્ધાળુઓ માટેલ ખાતે આઈશ્રી ખોડિયાર માતાજીના દર્શને આવતા હોય છે ત્યારે હાલમાં ઢુંવા રોડનું કામ ચાલુ હોવાથી રોડ બંધ કરવામાં આવ્યો છે માટે ચાલીને આવતા શ્રદ્ધાળુઓને મકનસર પછી ડાબી બાજુ આવતા સરતાનપર થઈ માટેલ આવવા મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.