મોરબી : ઔદ્યોગિક નગરી મોરબીમાં આવતીકાલે અયોધ્યા ખાતે યોજાનાર ભવ્ય, દિવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે તમામ ફેકટરીઓમા તમામ જીવ એક સમાન સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવા કલોક ઇન્ડસ્ટ્રીઝ તેમજ અન્ય ફેક્ટરીઓમાં કામ કરતા સ્ટાફગણને નાસ્તો અથવા ભોજન વ્યવસ્થા કરવા મોરબી કલોક એસોસીએશનના પૂર્વ પ્રમુખ શશાંકભાઈ દંગીએ ભાર પૂર્વકની અપીલ કરી છે.