સરકારની હેરાનગતિથી પ્રજા પરેશાન હોવાથી મોરબી કોંગ્રેસ અગ્રણી દ્વારા બંધમાં જોડાવા અનુરોધ કરાયો મોરબીઃ આગામી તારીખ 10 સપ્ટેમ્બરના રોજ વિવિધ પ્રશ્નોને લઈને સરકારના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અડધો દિવસ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે મોરબી કોંગ્રેસના કાર્યકર, જાહેર સેવક અને સામાજિક કાર્યકર કાન્તિલાલ બાવરવાએ પણ મોરબીમાં બંધ પાળવા માટે અપીલ કરી છે. કોંગ્રેસ અગ્રણી કાંતિલાલ બાવરવાએ જણાવ્યું છે કે, ખેડૂતો, યુવાનો, નાના વેપારીયો, નાના કારખાનેદારો, સરકારી નોકરિયાતો, પોલીસ કર્મીઓ, પૂર્વ સેનિકો, સિનિયર સિટીઝનો, વગેરે ખુબજ પરેશાન છે. આવા સંજોગોમાં વિપક્ષ તરીકેની ભૂમિકા નિભાવવા અને સરકાર સુધી જનતાનો અવાજ પહોંચાડવા માટે કોંગ્રેસ દ્વારા આગામી તારીખ 10 સપ્ટેમ્બર ને શનિવારના રોજ સવારે 9 થી 12 અડધો દિવસ ગુજરાત બંધનું એલાન અપાયું છે. ત્યારે મોરબી જિલ્લાના નાગરીકો, વેપારીઓ, ધંધાદારીઓ, લારી, ગલ્લા, રિક્ષવાળા વગેરેને આ બંધના એલાનમાં શાંતિપૂર્ણ રીતે જોડાઈને સાથ સહકાર આપવા અનુરોધ કરાયો છે.