લાંબા અંતરની ટ્રેનોને મોરબી સ્ટોપ આપવાની રેલવે મંત્રી સમક્ષ માંગ કરાઈ મોરબી : ઔદ્યોગિક હબ તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતા મોરબી શહેરને લાંબા સમયથી રેલવે પ્રશ્ને અયાય થઈ રહ્યો છે. લાંબા અંતરની ટ્રેનો ન હોવાથી બહારગામથી આવતા લોકો અને શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી મોરબી ચેમ્બર ઓફ કોમર્સએ રેલવે મંત્રીને રજુઆત કરી મોરબીને રેલવે પ્રશ્ને થતા અન્યાયને નિવારવા લાંબા અંતરની ટ્રેનોનો સ્ટોપ આપવાની માંગ કરી છે. મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બેચરભાઈ હોથીએ રેલવે મંત્રીને રજુઆત કરી હતી કે,મોરબી શહેર ઉધોગોના હબ તરીકે માત્ર દેશમાં જ નહીં પુરા વિશ્વમાં જાણીતું છે.પરંતુ ખાટલે મોટી ખોટ એ છે.કે સૌથી અગત્યની રેવવે સેવાઓ મામલે મોરબીને વર્ષોથી ઠેંગો જ મળી રહ્યો છે. રેલવે બજેટમાં મોરબીને વર્ષોથી અન્યાય થાય છે.વારંવાર રેલવે પ્રશ્ને થતા અન્યાયથી મોરબીની પ્રજામાં નકરાત્મક માનસિકતા ઉભી થઇ છે.તેથી મોરબીના રેલવે પ્રશ્નો ઉકેલવા જરૂરી બન્યા છે.જોકે વર્ષો પહેલા મોરબી વાંકાનેર રેલવે લાઇન બોર્ડ ગેઇઝમાં રૂપાતરીત થયા બાદ આજદિન સુધી એકપણ સીધી લાંબા અંતરની ટ્રેન સુવિધા મળી નથી.જાણે મોરબીને બટકું રોટલો આપતા હોય તેમ ડેમુ ટ્રેન અને એકાદ બે સાપ્તાહિક ટ્રેનો માંડ ચાલે છે.આ સંજોગો બહારગામથી વેપાર અર્થે આવતા વેપારીઓ અને હજારો શ્રમિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.જેથી મોરબીની લાંબા અંતરની ટ્રેનોની સુવિધાઓ મળવી ખૂબ જ જરૂરી છે.આથી અઠવાડિયામાં ચાલતી ભુજ બરેલી ટ્રેનને એક દિવસ મોરબીથી ચલાવવા, ગાંધીધામ બેગ્લોર, ગાંધીધામ હાવડા, ગાંધીધામ પુરી ટ્રેનને અઠવાડિયામાં એક દિવસ મોરબી સ્ટોપ આપવા તેમજ ભજ ઓખાને વાયા મોરબી, ભુજ સોમનાથને વાયા મોરબી, ગાંધીધામથી હરિદ્વાર અને દહેરાદુનથી વાયા મોરબી,દિલ્હી હમસફર ટ્રેનને ગાંધીધામથી મોરબી ચલાવવા અને એક સીધી ઇન્ટરસીટી ટ્રેનને મહેસાણાથી મોરબી ચલાવવા સહિતની લાંબા અંતરની ટ્રેનોને મોરબી સ્ટોપ આપવાની માંગ કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news