મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્વારા આગામી વાર્ષિક સભામાં તા.31/12/2024ના રોજ 70 વર્ષ પૂર્ણ કરતા આજીવન સભ્યોનું સન્માન કરવામાં આવનાર છે. આ અંગેના ફોર્મ તા.18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધીમાં કાર્યાલય ખાતેથી સવારે 10થી 11 દરમિયાન લઈ જવા અને પરત આપી જવાના રહેશે. સોમવારથી શુક્રવાર સુધી કાર્યાલય ખુલ્લું રહેશે. ફોર્મ સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને પીપીઓ બુકની ઝેરોક્ષ નકલ સાથે જોડવાની રહેશે. રજિસ્ટ્રેશન ચાર્જ રૂ.300 રહેશે. તેમ જે.એસ.ડાંગરની યાદીમાં જણાવાયું છે.