વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે આવેલ વાદી વસાહતના ૭૫ પરિવારોમાં અંદાજિત ૨૨૫ જેટલા નાના-મોટી વયના લોકો રહે છે. આ લોકો લોકડાઉનના પગલે સમગ્ર ઉદ્યોગ બંધ હોય લોકોને છૂટક મજૂરી ન મળી રહી હોવાથી આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. આ પરિવારો પાસે રાશન કાર્ડ તો છે પરંતુ સરકાર દ્વારા આપવામાં આવેલ રાશન કિટ ફક્ત ચાર પરિવારને મળેલ છે બાકી પરિવારોને મળેલ નથી. માટે આવા કપરા સમયમાં ગરીબીમાં જીવતા આ લોકોએ સામાજિક સંસ્થાઓ પાસે મદદની અપીલ કરી પોતાના પરિવારનું ભરણપોષણ માટે રાશન કિટ આપવાની અપીલ કરી છે.