વરસતા વરસાદમાં ફસાયેલો કાઢીને પાણીનો નિકાલ કરી જાગૃત નાગરિકની ફરજ નિભાવી મોરબી : મોરબીમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે રોડ ઉપર પાણી ભરાયા હતા. જેનું કારણ કચરો ફસાઈ જવાથી આ પાણીના નિકાલ ન થતો હોવાનું ધ્યાને આવતા જાણીતા એડવોકેટે કચરો કાઢીને પાણીનો નિકાલ કર્યો હતો. મોરબીમાં ગઈકાલે વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. જળ કે વર્ષોથી આપણી એવી માનસિક ગ્રંથી બંધાય ગઈ છે કે, શેરી ગલી કે વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ એટલે આપણે તંત્ર ઉપર માછલા ધોઇએ છીએ. વરસાદી પાણીનો નિકાલ કરવાનું કામ તંત્રનું છે. આપણે શું કામ કરીએ? પણ હકીકતમાં તંત્ર અને લોકો સાથે મળીને સહિયારો સાર્થક પ્રયાસ કરે તો સમસ્યા રહે જ નહીં. આ વાતને મોરબીના એડવોકેટ રાજેશ બદ્રક્રિયાએ બધું જ કામ તંત્ર પર ઢોળવાને બદલે ખુદથી થઈ શકે એવું કામ કરે તે સાચા અર્થમાં જાગૃત નાગરિક કહેવાય તેને સાબિત કર્યું હતું.જેમાં શનાળા રોડ.પાસે વરસાદને કારણે પાણી ભરાયા હતા. પણ પ્લાસ્ટિક સહિતનો કચરો પાણીના નિકાલની જગ્યાએ ફસાતા પાણી ભરાવો થતો જતો હતો. આથી તેઓએ વરસાદમાં જ જઈને એ કચરો કાઢી પાણીનો નિકાલ કરીને લોકોને તેઓએ પાઠ્ય પુસ્તકમાં રહેલા મૂળભૂત અધિકારોની યાદી તાજી કરાવી હતી.