મોરબી : આગામી બુધવારથી રંગેચંગે ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો હોય ત્યારે મોરબીના શનાળા રોડ જીઆઇડીસી સામે પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 31/8/2022 થી તારીખ 9/9/2022 સુધી મોરબીના શનાળા રોડ, જીઆઇડીસી સામે 'અનુપમ કા રાજા' ગણેશ મહોત્સવ ઉજવાશે. તેમજ તારીખ 10/9/2022 ના રોજ બપોરે 12:00 કલાકે દુંદાળાદેવનું વિસર્જન કરવામાં આવશે. ગણેશ મહોત્સવ દરમ્યાન સોસાયટીના તમામ ભાવિક ભક્તજનોને દર્શનાર્થે પધારવા આયોજકો વતી અનુરોધ કરાયો છે. પૂજા તથા આરતીનો લાભ લેવા માટે મોબાઈલ નંબર 97122 35005 પર સંપર્ક કરવા જણાવાયું છે.