મોરબી : ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત મોરચા પ્રમુખ ગૌતમભાઈ ગેડીયાની સૂચના અનુસાર મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા અને મેડિકલ સેલના સંયુક્ત ઉપક્રમે ભારત રત્ન ડો બાબાસાહેબ આંબેડકરના ધર્મપત્ની ત્યાગ મૂર્તિ મા રમાબાઈ આંબેડકર જયંતિ નિમિત્તે નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો.જે કાર્યક્રમમા મોરબી જિલ્લા ભાજપ અઘ્યક્ષ રણછોડભાઇ દલવાડી, મહામંત્રી જેઠાભાઇ મિયત્રા, ઉપપ્રમુખ નીરજભાઇ તેમજ જિલ્લા પંચાયત અઘ્યક્ષ હંશાબેન પારેઘી, જિલ્લા ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન અશોકભાઇ ચાવડા, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન રાજેશભાઈ પરમાર, જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા, જિલ્લા મહીલા મોરચા અઘ્યક્ષ ભાવનાબેન કૈલા, મહામંત્રી નિર્મળાબેન હડિયલ તેમજ મહીલા મોરચા પૂરી ટીમ, મોરબી નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા , શહેર ટીમ કોષાધ્યક્ષ મનુભાઈ સારેસા, અનુ.જાતિ મોરચા જિલ્લા અઘ્યક્ષ બાબુભાઇ પરમાર, મહામંત્રી બળવંતભાઇ સનારિયા, વનિતાબેન પરમાર, નીતાબેન પરમાર, ભાનુંબેન નગવાડિયા, મોરબી શહેર અનું.જાતિ મોરચાના અઘ્યક્ષ પ્રવીણભાઇ સોલંકી, અશોકભાઇ ચાવડા, દિપકભાઇ ચૌહાણ, જગદીશભાઈ ચાવડા , ચિરાગભાઈ સોલંકી, યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઇ રબારી, નવનિયુક્ત મેડિકલ સેલ ટીમના ડો. વિજયભાઇ ગઢિયા, ડો. હિતેષભાઇ પટેલ, ડો. ભાવનાબેન જોષી, ડો.ચિરાગભાઈ પટેલ, ડો.વૈશાલીબેન જેતપરીયા, ડો. આશિષભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.