મોરબી : હાલ કોરોનાના કહેરને તંત્ર દ્વારા જુદી જુદી રીતે રોકવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે મોરબી સબ જેલ દ્વારા ઉકાળા વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં સબ જેલના અધિકારી/કર્મચારીઓ દ્રારા જેલમાં નોવેલ કોરોના વાયરસના નિયંત્રણના ભાગરુપે કેદીઓને આયુર્વેદિક ઉકાળા આપવામાં આવ્યા હતા. આ સાથે અધિક પોલીસ મહાનિર્દેશક જેલ,અને સુધારાત્મક વહીવટનાઓની સુચના અનુસાર મોરબી સબ જેલના કેદી અને આરોપીઓના રેપીડ ટેસ્ટ કરવા સુચના આપવામાં આવેલ હોવાથી મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા મોરબી સબ જેલના તમામ આરોપીઓ કેદીઓ તેમજ તમામ સ્ટાફના 100% રેપિડ એન્ટિજન ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.