એસપી મુકેશ પટેલ દ્વારા મોરબીમાં એન્ટી નાર્કોટિક્સ વિંગ માટે 1 પીઆઈ અને 1 પીએસઆઈ સહિત 8 જવાનોની ફાળવણીમોરબી અપડેટ : રાજ્યમાં માદક પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વેચાણ તથા હેરાફેરીની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે અને આ કામગીરી પર વધારે ફોકસ કરવા એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) ની રચના કરવામાં આવી રહી છે. જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા મોરબી જિલ્લા ખાતે પણ એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) યુનિટની રચના કરવામાં આવી છે.આ નવી રચાયેલી એન્ટી નાર્કોટિક્સ વિંગમાં 1 પોલીસ ઇન્સ્પેક્ટર, 1 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 6 અન્ય પોલીસ કર્મીઓ મળીને કુલ 8 અધિકારી અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓની બદલી કરીને તેમને મોરબી ખાતે એટેચ કરી ANW ની કામગીરી સોંપવામાં આવી છે.એન્ટી નાર્કોટિક્સ વિંગમાં નિમણૂક પામેલા અધિકારીઓ અને કર્મચારીઓની યાદી:ડી.વી. ખરાડી - પો.ઇન્સ. (અગાઉનું ફરજ સ્થળ: I.U.C.A.W., મોરબી)એચ.એન. ગઢવી - પો.સ.ઇ. (અગાઉનું ફરજ સ્થળ: એસ.સી./એસ.ટી. સેલ)સંજય ભીમાભાઈ મૈયડ - અના.હે.કો., બકલ નંબર 266 (અગાઉનું ફરજ સ્થળ: ટ્રાફિક શાખા)જનકસિંહ બટુકભા પરમાર - અના.હે.કો., બકલ નંબર 325 (અગાઉનું ફરજ સ્થળ: વાંકાનેર સીટી પો.સ્ટે.)ભરત ગોરધનભાઈ ગોઢડીયા - અના.પો.કો., બકલ નંબર 378 (અગાઉનું ફરજ સ્થળ: મોરબી સીટી બી ડીવી.)સાગરકુમાર દેવાયતભાઈ મંઢ - અના.પો.કો., બકલ નંબર 635 (અગાઉનું ફરજ સ્થળ: હળવદ પો.સ્ટે.)ચિરાગસિંહ જસવંતસિંહ ગોહિલ - અના.પો.કો., બકલ નંબર 633 (અગાઉનું ફરજ સ્થળ: મોરબી સીટી એ ડીવી.)ભગીરથસિંહ સુખદેવસિંહ ઝાલા - અના.પો.કો., બકલ નંબર 407 (અગાઉનું ફરજ સ્થળ: ટંકારા પો.સ્ટે.)#Morbi #MorbiUpdate #MorbiPolice #AntiNarcoticsWing #GujaratPolice #MorbiNews #DrugsFreeGujarat #SPMorbi