મોરબી : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. વિપુલ કારોલીયાની સુચના મુજબ તાલુકા હેલ્થ અધિકારી ડો. રાહુલ કોટડીયા તેમજ લાલપરના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવીયાના માર્ગદર્શન નીચે સુપરવાઇઝર દિપકભાઇ વ્યાસ અને બીનાબેન સનાવડા તથા તમામ PHC સ્ટાફ દ્વારા તમામ ગામોમાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ તેમજ વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી. નકામા પાત્રોનો યોગ્ય નિકાલ, પોઝીટીવ પાત્રોમાં ટેમીફોસ દવા દ્રારા તેમજ સોર્સ રીડકશન કરવામાં આવેલ તેમજ વેક્ટર કંટ્રોલ ટીમ દ્રારા ખાડા ખાબોચીયામાં બળેલ ઓઇલ બોલ/ડાયફલ્યુબેન્ઝોન 25% નો છંટકાવ કરવામાં આવ્યો છે. જુલાઇ માસમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.11 મી જુલાઇ- 2025 વિશ્વ વસ્તી દીવસ ની ઉજવણી કરવામાં આવેલ “મા બનવાની ઉંમર એ જ જ્યારે શરીર અને મન તૈયાર હોય” જાગ્રુત રહો, જવાબદારી પુર્વક પરિવાર નિયોજન કરો ! કુટુંબ કલ્યાણની વિવિધ કાયમી અને બિન કાયમી પધ્ધતિઓ વિશે આરોગ્ય શિક્ષણ જુથ ચર્ચાઓ, પત્રીકાઓ, સોશ્યલ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.