રિમાન્ડ દરમિયાન આરોપીએ કબૂલાત આપતા પોલીસે વરંડામાંથી હથિયાર શોધી કાઢ્યુંમોરબી : માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે ગેરકાયદે હથિયાર બનાવવાની મીની ફેક્ટરી ઝડપી લઈ મોરબી ક્રાઈમ બ્રાન્ચે એક શખ્સને બે બાર બોરની બંદૂક તેમજ હથિયાર બનવવાના સાધનો અને કારતુસ સાથે ઝડપી લીધા બાદ આરોપીના રિમાન્ડ દરમિયાન વધુ એક હથિયાર ઘરમાં જ છુપાવેલ હોવાનું કબુલતા તપાસનીશ પોલીસે 5 હજારની બંદૂક કબ્જે કરી હતી.મોરબી ક્રાઈમ બ્રાન્ચે માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે રહેણાંક મકાનમા દરોડો પાડી સલીમ માલાણી નામના શખ્સને હથિયારની મીની ફેકટરી ચલાવતા ઝડપી લઈ બે બંદૂક સહિત રૂ. 19,070નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી સલીમના રિમાન્ડ દરમિયાન માળીયા પીઆઇએ આગવી ઢબે કરેલી પૂછપરછમાં આરોપીએ ઘરના વરંડામાં વધુ એક હથિયાર છુપાવ્યું હોવાનું કબુલતા પોલીસે ઘરની તલાશી લઈ વરંડામાથી 5000ની કિંમતની બંદૂક કબ્જે કરી હતી.